અંડરવર્લ્ડ ડોન તરીકે જાણીતા દાઉદ ઈબ્રાહિમને ફૂડ પોઈઝનિંગ થયું છે. તેને ન તો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કોઈ નક્કર માહિતી વિના દાવો કરવામાં આવી રહ્યો છે કે તેને 102 ડિગ્રી તાવ હતો અને તેના કારણે તેને ઘણી વખત ઉલ્ટી થઈ હતી. કરવામાં આવેલા દાવા પ્રમાણે સુરક્ષાના કારણોસર તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા નથી અને સારવાર માટે ડૉક્ટરોની ટીમને તેમના ઘરે બોલાવવામાં આવી હતી. એક ચર્ચા એવી પણ સામે આવી હતી કે, દાઉદને ઝેર અપાયું છે
દાઉદ ઈબ્રાહીમ કરાચીમાં તેના બંગલામાં હોવાના કોઈપણ પુરાવા વગર દાવો કરવામાં આવી રહ્યો છે. પહેલા માળે એક રૂમને વોર્ડ રૂમમાં ફેરવી દેવામાં આવ્યો છે, જ્યાં ડોક્ટરોની ટીમ તેની દેખરેખ રાખી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દાઉદને વારંવાર ઉલ્ટી થવાના કારણે 102 ડિગ્રી તાવ આવ્યાની વિગતો સામે આવી હતી. સોમવારે ડોક્ટરોની ટીમને ક્લિફ્ટન કરાચી બોલાવવામાં આવી હતી. 68 વર્ષના દાઉદને કરાચીમાં તેના બંગલામાં ડ્રિપની ત્રણ-ચાર બોટલ આપવામાં આવી હતી.
અત્યારે તબિયત સુધારા પર
ત્રણ દિવસની સારવાર બાદ કહેવામાં આવી રહ્યું છે કે દાઉદની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે પરંતુ તે પથારીમાં આરામ કરી રહ્યો છે. ઉલ્ટીને કારણે તે કમજોર બની ગયો છે અને પથારીમાંથી ઉઠવાની સ્થિતિમાં પણ નથી. ડોકટરોની ટીમ સતત તેની દેખરેખ હેઠળ છે. કહેવામાં આવી રહ્યું છે કે દાઉદી સંપૂર્ણ સ્વસ્થ થયો નથી.