રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર આગાહી કરવામાં આવી છે. આગામી 8થી 10 જાન્યુઆરી દરમિયાન વરસાદ થવાની સંભાવના સંભાવના હવામાન વિભાગે કરી છે. જેમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે.
અરબી સમુદ્રામાં આવેલા ટ્રફને લીધે રાજ્યમાં વરસાદ વરસી શકે છે. આગામી 8 અને 9 તારીખે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે 10 તારીખે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ આગાહી છે.
સૌરાષ્ટ્રમાં આ જીલ્લામાં કમોસમી વરસાદની આગાહી
સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ, રાજકોટ, પોરબંદર સહિતના જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે, તમને જણાવી દઈએ કે આગામી બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય.