રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણને લઈને કોંગ્રેસમાં બે ભાગ પડી ગયા છે. ત્યારે ઉતરપ્રદેશ કોંગ્રેસના પદાધિકારીઓ આજે અયોધ્યા ખાતે આકાર પામી રહેલા ભવ્ય રામ મંદિરની મુલાકાત લશે. કોંગ્રેસના કેન્દ્રીય નેતાઓએ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાથી અંતર રાખીને આ મુદ્દો વ્યક્તિગત આસ્થા અને લાગણી પર છોડવામાં આવ્યો છે. ત્યારે ઉતરપ્રદેશ કોંગ્રેસના પદાધિકારીઓ રામ મંદિરની મુલાકાત લઈને એક નવો સંદેશ આપવા માગતુ હોય તેમ કહી શકાય.
રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વ્યવસ્થાને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ પર શાસન અને જીલ્લા પ્રસાસન અધિકારીએ અને શ્રીરામ જન્મભુમિ તીર્થ ક્ષેત્રનાં પદાધિકારીઓ સાથે સમન્વય બેઠક યોજાઈ હતી જેમાં વડાપ્રધાન મોદી સહીત આમંત્રીત વિશિષ્ટ અતિથિઓ તેમજ સંતો-મહંતોનાં આવન-જાવન અને તેમનાં રૂટ ઉપરાંત આવાસીય વ્યવસ્થાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં નકકી કરવામાં આવ્યુ હતું કે આમ શ્રધ્ધાળુઓ માટે રામલલ્લાનાં દર્શન 20 જાન્યુઆરીથી બંધ કરી દેવામાં આવશે. જે 23 મી જાન્યુઆરીએ ફરી શરૂ થશે.