યુપીએલ એ, ટકાઉ કૃષિ ઉત્પાદનોની અગ્રણી પ્રદાતા પણ છે અને તેને તાજેતરમાં સીઆઇઆઇ ઈન્ડસ્ટ્રીયલ આઈપી એવોર્ડ 2023થી સન્માનિત કરવામાં આવી છે. તાજેતરમાં યોજાયેલ કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ (સીઆઇઆઇ) ઈન્ડસ્ટ્રીયલ આઈપી એવોર્ડ 2023ની નવમી આવૃત્તિમાં, લાઈફ સાયન્સ એન્ડ ફાર્મા, મોટા ઉદ્યોગોમાં શ્રેષ્ઠ પેટન્ટ પોર્ટફોલિયો (સતત પાંચમા વર્ષે) અને શ્રેષ્ઠ ટ્રેડમાર્ક પોર્ટફોલિયો (સતત બીજા વર્ષે) શ્રેણીમાં સન્માન કરવામાં આવ્યું હતુ.
હેતુ-સંચાલિત કંપની હોવાને કારણે, યુપીએલ OpenAg® દ્વારા, ફૂડ સિસ્ટમની પ્રગતિને વેગ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કંપની એક એવું નેટવર્ક બનાવી રહી છે જે ટકાઉપણાને પુનઃકલ્પના કરે છે. સમગ્ર ઉદ્યોગના અભિગમ અને કામગીરીમાં ફેરફાર કરે છે. આ પ્રયાસ નવા ખ્યાલો અને નવીન ઉકેલો માટે ખુલ્લો છે. તેઓ દરેક ખાદ્ય ઉત્પાદનોની ટકાઉપણું વધારવા માટે, તેમના મિશનને ખંતપૂર્વક અનુસરી રહ્યા છે. યુપીએલ પાસે હાલમાં 2 હજારથી વધુ પેટન્ટ અને 16 હજાર રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક છે.
ગ્લોબલ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના વડા ડો. વિશાલ એ. સોઢાએ જણાવ્યું હતું કે, “અમે બૌદ્ધિક સંપદાની આસપાસ, કેન્દ્રિત એન્ટરપ્રાઇઝ તરીકે કામ કરીએ છીએ. અમે નવીન, ટકાઉ અને ખેડૂત-કેન્દ્રિત સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે ખેડૂતો, પાક, સમાજ અને જરૂરિયાતોને જવાબદારીપૂર્વક પૂરી કરતી મજબૂત બ્રાન્ડની સ્થાપના અને રક્ષણ કરવા માટે ઉપભોક્તા ઓ માટે સમર્પિત છીએ. તે તેઓના ઉત્તમ ટ્રેડમાર્ક પોર્ટફોલિયો માટેના, આ એવોર્ડથી સ્પષ્ટ થાય છે. યુપીએલ પાસે બે હજારથી વધુ ગ્રાન્ટેડ પેટન્ટ છે. જે ખેડૂતોની જરૂરિયાતો માટે ટકાઉ ઉકેલો પ્રદાન કરે છે. યુપીએલ માને છે કે, નાણાકીય વર્ષ 2027 સુધીમાં તેનો ઇનોવેશન રેટ 14% થી વધીને 24% થશે. યુપીએલ પાસે એક મોટો ટ્રેડમાર્ક પોર્ટફોલિયો પણ છે, જે સીઆઇઆઇ દ્વારા માન્ય છે. આ એ હકીકતનો પુરાવો છે કે યુપીએલ સમગ્ર વિશ્વમાં, મજબૂત બ્રાન્ડ્સનું નિર્માણ અને રક્ષણ કરી રહ્યું છે.”
સીઆઇઆઇ ઔદ્યોગિક આઈપી પુરસ્કારો એવા ઉદ્યોગોને ઓળખે છે, જેઓ તેમના વ્યવસાયોને વધારવા માટે કામ કરે છે અને બૌદ્ધિક સંપદાના વિકાસ અને સંરક્ષણ બંનેને પ્રોત્સાહન આપીને રાષ્ટ્રની અર્થવ્યવસ્થામાં યોગદાન આપે છે. યુપીએલ ને ક્વેસ્ટલ દ્વારા તેના અદ્યતન ઉત્પાદનો અને ઉકેલો માટે આ વર્ષે યાપી એક્સેલન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી, ત્યારબાદ સીઆઇઆઇ એવોર્ડ્સ થી સન્માનિત કરવામાં આવ્યા છે.