પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધમાં, અમેરિકી એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ (યુએસએઆઈડી)ના કોન્ટ્રાક્ટર 33 વર્ષીય હાની જેના, તેમની પત્ની અને બે પુત્રીઓના મોતને લઈને, માનવતાવાદી અને વિકાસ કાર્યકરોમાં ગુસ્સો છે.
અમેરિકાના અગ્રણી અખબાર વોશિંગ્ટન પોસ્ટના અનુસાર,” અમેરિકી એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ (યુએસએઆઈડી)એ જણાવ્યું છે કે, હાની જેના, ગાઝા પટ્ટીના અલ સબરામાં તેના પરિવાર સાથે રહેતો હતો. જેના અને તેનો પરિવાર 5 નવેમ્બરે, ઈઝરાયેલના હુમલામાં માર્યો ગયો હતો. તેના મૃત્યુ પહેલા, 33 વર્ષીય હાની જેનાએ, પશ્ચિમ કાંઠે તેના સાથીદારોને એક સંદેશમાં કહ્યું: “મારી પુત્રીઓ ડરી ગઈ છે.” હું તેમને શાંત રાખવાનો પ્રયાસ કરી રહ્યો છું. પરંતુ આ બોમ્બ વારી ભયાવહ છે.”
યુએસએઆઈડીએ જણાવ્યું હતું કે,” ધ વોશિંગ્ટન પોસ્ટ અનુસાર, ગાઝા પટ્ટીમાં બે મહિનાના સંઘર્ષ દરમિયાન, હાની જેના સહિત, સેંકડો માનવતાવાદી અને વિકાસ કાર્યકરો માર્યા ગયા છે. આ ચિંતા અને ગુસ્સાનો વિષય છે.” યુએસએઆઈડીએ કહ્યું છે કે,” રાષ્ટ્રપતિ જો બાઈડેને, ગાઝા પટ્ટીમાં થયેલા રક્તપાત પર તાત્કાલિક હસ્તક્ષેપ કરવો જોઈએ. બાઈડેન વહીવટીતંત્રે, નાગરિક રક્તપાતને મર્યાદિત કરવા ઇઝરાયેલ પર દબાણ વધારવું જોઈએ.”
યુએસએઆઈડી અનુસાર, ‘7 ઓક્ટોબરથી ગાઝામાં યુએનના 135 રાહતકર્મીઓ માર્યા ગયા છે. સંસ્થાના 78 વર્ષના ઈતિહાસમાં કોઈપણ એક સંઘર્ષ કરતાં આ વધુ મૃત્યુ છે. સેવ ધ ચિલ્ડ્રન જેવા મુખ્ય સહાય જૂથોને પણ, નુકસાન થયું છે.’ યુએસએઆઈડીએ મંગળવારે જણાવ્યું હતું કે,” 10 ડિસેમ્બરે ઈઝરાયેલના હવાઈ હુમલામાં તેમની સંસ્થાના 10 અન્ય સભ્યો પણ માર્યા ગયા હતા.”