બરકોટ બાજુથી પણ ડ્રિલિંગ કરવામાં આવી રહ્યું છે અને આ કામ ટિહરી હાઇડ્રો ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (THDC)ને સોંપવામાં આવ્યું છે. એક પત્રકાર પરિષદને સંબોધતા એડિશનલ સેક્રેટરી ટેકનિકલ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મહમૂદ અહેમદે કહ્યું કે જો બધું બરાબર રહેશે તો અમે આગામી 40 કલાકમાં કેટલાક સારા સમાચાર લઈ આવશું.
રેસ્ક્યુ ટીમ સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવા માટે ‘હોરીઝોન્ટલ ડ્રિલિંગ’ પદ્ધતિ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. એક અધિકારીએ મંગળવારે કહ્યું કે આજની રાતથી શરૂ થનારો સમય ‘સૌથી મહત્વપૂર્ણ’ છે અને જો બધું બરાબર રહ્યું તો આગામી 40 કલાકમાં કેટલાક સારા સમાચાર આવશે.
એડિશનલ સેક્રેટરી, ટેકનિકલ, રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મહમૂદ અહેમદે જણાવ્યું હતું કે હવે ટેલિસ્કોપિંગ પદ્ધતિ દ્વારા 900 મીમીની જગ્યાએ 800 મીમી વ્યાસની પાઇપ નાખવામાં આવી રહી છે.
કિંમતી છે સમય
અધિકારીઓએ કહ્યું હતુ કે, આજે સવારથી અમે હોરિઝોન્ટલ ડ્રિલિંગની પ્રક્રિયા શરૂ કરી હતી. ગયા અઠવાડિયે દરેક 6 મીટરની ચાર 900 મીમી-વ્યાસની પાઈપો 21-22 મીટર નાખવામાં આવી હતી. હવે અમે નક્કી કર્યું છે કે અમે ટેલિસ્કોપિંગ પદ્ધતિથી 800 mm વ્યાસની પાઇપ નાખીશું. અમે કામ શરૂ કરી દીધું છે. આ પછી અમે અમેરિકન ઓગર મશીન વડે તેની અંદર વધુ ડ્રિલિંગ કરીશું. અમારા માટે આજની રાતથી આવતીકાલ સુધીનો આખો દિવસ સૌથી મહત્વપૂર્ણ છે.