Vadodara Harani Lake Boat Tragedy: આરોપીઓ ભૂગર્ભમાં, કંપનીના કેટલાક ભાગીદારો ગુજરાત બહાર ભાગ્યા

વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલે રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. ઘટના બાદ પોલીસની ભીંસ વધતા આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. જ્યારે કંપનીના કેટલાક ભાગીદારો ગુજરાત બહાર ભાગ્યા હોવાની પણ માહિતી સામે આવી રહી છે. જેની ઝડપવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટિમોને ગુજરાત બહાર રવાના કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે આરોપીઓ ધરપકડથી બચવા અન્ય રાજ્યોમાં આશરો લેવા ભાગ્યા છે.

વડોદરા હરણી બોટ દુર્ઘટનાના આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયાનું સામે આવ્યું છે. આ તરફ હવે આ ફરાર ઇસમોએ રાજ્યબહાર આશરો લીધાની ચર્ચા છે. જેને લઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમો અન્ય રાજ્યોમાં જવા રવાના થઈ છે. આ સાથે તો જરૂર પડશે તો હવે અન્ય રાજ્યોની પોલીસની પણ મદદ લેવામાં આવશે. મહત્વનું છે કે, ગઈકાલે જ વડોદરામાં હરણી તળાવની દુર્ઘટના મામલે પોલીસે કમિશ્રનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.

નોંધનિય છે કે, હરણી દુર્ઘટના કેસમાં તમામ લોકો વિરૂદ્ધ આઈપીસી કલમ 304, 308, 114 તેમજ 337 તેમજ 338 જે ખૂબ જ ગંભીર ગુનાની કલમો છે. જે એમના ઉપર દાખલ કરવામાં આવેલ છે. ગત રોજ લેક ઝોનનાં મેનેજર, બોટ ચલાવનાર તેમજ બોટ સેફ્ટી માટે જે હોય છે તે તમામ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *