રાજકોટ શહેરમાં છેલ્લા 36 વર્ષથી એઇડસ જનજાગૃતિનું કાર્ય કરતી એઇડસ પ્રિવેન્સન કલબ દ્વારા 1લી ડિસેમ્બર વિશ્ર્વ એઇડસ દિવસે વિવિધ આયોજન કરવામાં આવેલ છે. આ વર્ષનું લડત સૂત્ર ‘સમુદાયોને નેતૃત્વ કરવા દો’ છે, જે સંદર્ભે આગામી ચાર માસ, 31 માર્ચ 2024 સુધી શાળા કોલેજ અને વિવિધ સંસ્થાઓમાં કાર્યક્રમ યોજાશે.
ઉજવણી કાર્યક્રમ અંગે સંસ્થાના ચેરમેન અરૂણ દવે એ જણાવેલ છે કે તા.30મીએ ગુરુવારે સવારે 9.30 કલાકે વિરાણી સ્કુલ ખાતે એક હજાર વિદ્યાર્થીની વિશાળ રેડ રિબન બનાવાશે, જેમાં આચાર્ય તથા સ્ટાફનો સહયોગ મળશે. 1લી ડિસેમ્બરે વિશ્ર્વ એઇડસ દિવસે વિજ્ઞાન કેન્દ્ર રેસકોર્ષ ખાતે સવારે 9.45 કલાકે માનવ સાંકળ અને સેમીનાર યોજવામાં આવેલ છે, જેમાં એઇડસ કંટ્રોલનું કાર્ય કરતી સંસ્થા, શાળા-કોલેજના છાત્રો ભાગ લેશે.એઇડસ દિવસે રાજકોટ શહેર-ખુલ્લાની 1500 થી વધુ શાળામાં છાત્રો રેડ રિબન બનાવશે.
આ કાર્યક્રમમાં જીલ્લા શિક્ષણાધિકારી, મ્યુનિસિપલ સ્કુલ બોર્ડ અને સ્વનિર્ભર શાળાનો સહયોગ મળ્યો છે. આ આયોજનમાં ધો. 8 થી 12 નાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓ જોડાશે. 1લી ડિસેમ્બર વિશ્ર્વ એઇડસ દિવસે બપોરે 4 વાગે પંચશીલ સ્કુલ ખાતે કેન્ડલ ‘લાઇટ રેડ રિબન’ નિર્માણ કરાશે અને રજી ડિસેમ્બર શનિવારે સવારે 9.30 કલાકે જી.ટી. શેઠ સ્કુલ કે.કે.વી. ચોક ખાતે રેડ રિબન નિર્માણ કરાશે. સમગ્ર આયોજનમાં ચેરમેન અરૂણ દવે સેક્રેટરી વિશાલ કમાણીના માર્ગદર્શન તળે વકિંગ કમીટી આયોજન સંભાળી રહ્યા છે. વિશેષ માહીતી અને શાળા કોલેજમાં કાર્યક્રમ યોજવા માટે હેલ્પ લાઇન 98250 78000 ઉપર સંપર્ક સાધવો.
સમગ્ર આયોજનમાં એઇડસ કંટ્રોલ સોસાયટીના શહેરના કાર્યરત પ્રોજેકટ, લોકવિજ્ઞાન કેન્દ, વિરાણી હાઇસ્કુલ, કામદાર નશીંગ સ્કુલ, ફેમીલી પ્લાનીંગ એસો., ઇન્ડિયન મેડીકલ એસો., મ્યુનિ. આરોગ્ય શાખા, જીલ્લા શિક્ષણાધિકારી કચેરી, શાશનાધિકારી કચેરી, જીલ્લા શિક્ષણ તાલીમ ભવન, ભારત સેવક સમાજ જેવી વિવિધ સંસ્થાનો સહયોગ મળ્યો છે. શહેર જીલ્લાની શાળા પ્રોજેકટમાં સ્વનિર્ભર શાળા મંડળ પ્રમુખ ડી.વી. મહેતાનો સહયોગ મળ્યો છે.એઇડસ વિષયક ગમે તે માહીતી ટ્રીટમેન્ટ ગાઇડન્સ, કાઉન્સેલીંગ માટે સંસ્થાના ચેરમેન અરૂણ દવેનો સંપર્ક કરવા જણાવાયું છે.