વાયબ્રન્ટ ગુજરાત સમિટએ બે દાયકામાં સમિટ ઓફ સક્સેસ બની ચુકી

વાયબ્રન્ટ ગુજરાત સમિટએ બે દાયકામાં સમિટ ઓફ સક્સેસ બની ચુકી છે. આ સફળતામાં ગુજરાતના પાયારૂપ ઉદ્યોગોનો વિશેષ ફાળો રહ્યો છે. સુરતનો હીરા ઉદ્યોગ આવો જ એક ઉદ્યોગ છે, જેને રોજગાર-સર્જનમાં બહુમૂલ્ય યોગદાન આપ્યું છે. ચાલો, રૂબરૂ થઈ ગુજરાતના આ ઝળહળતા ઉદ્યોગના ઉજ્જવલ પાસાઓથી 

ગુજરાતનો હીરા ઉદ્યોગ, ભારતના જેમ્સ અને જ્વેલરી ક્ષેત્ર અને વૈશ્વિક હીરા-બજારમાં  નોંધપાત્ર સ્થાન ધરાવે છે. ગુજરાતનો જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ વિશ્વભરમાં ઝળહળી રહ્યો છે. તમને કદાચ એ જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં દસમાંથી આઠ હીરા, એ ગુજરાતના કુશળ કારીગરોના કૌશલ્યથી નિર્મિત થાય છે. હવે સતત વધતી વૈશ્વિક માંગને પહોંચી વળવા, ગુજરાત સરકારે સુરત ખાતે ડાયમંડ બુર્ઝની સ્થાપના કરી છે. 6.6 મિલિયન ચોરસ મીટરમાં ફેલાયેલું હીરાનું આ વેપાર કેન્દ્ર વિશ્વનું સૌથી મોટું કેન્દ્ર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુરત ડાયમંડ બુર્સના લોકાર્પણ અવસરે તેની પ્રસંશા પણ કરી હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *