પંજાબના મોગામાં અજીતવાલ નગર પાસે એક દર્દનાક માર્ગ અકસ્માત થયો હતો. ફાઝિલ્કાના ગામ ફૌજાથી લુધિયાણાના બદ્દોવાલ જઈ રહેલી વરરાજાની કાર રસ્તા પર ઉભેલી પરાલીથી ભરેલી ટ્રોલી સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં વરરાજા સુખબિંદર સિંહ સહિત ચાર લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે.
પંજાબના મોગામાં લગ્નની વરરાજાને લઈ જતી કાર ટ્રોલી સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં વરરાજા સહિત ચાર લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. જેમાંથી બેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તેમજ જગરાંવની હોસ્પિટલમાં બેના મોત થયા હતા અને અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. અજીતવાલ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર ગુરમેલ સિંહે ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ કેસ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો
જેમાંથી બેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તેમજ જગરાંવની હોસ્પિટલમાં બેના મોત થયા હતા અને અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. અજીતવાલ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર ગુરમેલ સિંહે ટ્રોલી ડ્રાઈવર વિરુદ્ધ કેસ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.