યુપી વોરિયર્સની સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ દિલ્હી કેપિટલ્સ સામેની ગ્રુપ મેચમાં હેટ્રિક લઈને ઈતિહાસ રચ્યો હતો. દીપ્તિ મહિલા પ્રીમિયર લીગમાં હેટ્રિક લેનારી પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. દીપ્તિએ શુક્રવારે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે યુપી વોરિયર્સની બે ઓવરમાં સતત ત્રણ વિકેટ લઈને એક રનની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
પ્રથમ બેટિંગ કરતા યુપી વોરિયર્સે 138 રન બનાવ્યા હતા. જેમાં દીપ્તિ શર્માએ 48 બોલમાં 59 રનની ઇનિંગ રમી હતી. દીપ્તિનું શાનદાર પ્રદર્શન અહીં જ અટક્યું નહીં. ટાર્ગેટનો બચાવ કરતી વખતે દીપ્તિએ બે અદ્ભુત ઓવર નાંખી. દિલ્હીએ આ બે ઓવરમાં ત્રણ મહત્વની વિકેટ લઈને મેચને રોમાંચક બનાવી દીધી હતી.