ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 93 રને હરાવી દિધુ છે. આ સાથે જ પાકિસ્તાનની સફર હાર સાથે પૂરી થઈ ગઈ છે. શનિવારે ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ગ્રુપ સ્ટેજની તેમની અંતિમ મેચમાં 93 રને હાર થઈ છે.
બેન સ્ટોક્સ (84), જો રૂટ (60) અને જોની બેયરસ્ટો (59)ની શાનદાર અડધી સદી અને પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી રહેલા ડેવિડ વિલી (3/56)ની શાનદાર બોલિંગના જોરે ઈંગ્લેન્ડે પાકિસ્તાનને હરાવ્યું. શનિવારે ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ગ્રુપ સ્ટેજની તેમની અંતિમ મેચમાં 93 રને હાર થઈ છે.
ઇંગ્લેન્ડે નિર્ધારિત 50 ઓવરમાં નવ વિકેટે 337 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાનનો દાવ 43.3 ઓવરમાં 244 રનમાં સમેટાઈ ગયો હતો. પાકિસ્તાન માટે મિડલ ઓર્ડર બેટ્સમેન આગા સલમાન (51) એ એકમાત્ર અડધી સદી ફટકારી હતી. કેપ્ટન બાબર આઝમ (38) સારી શરૂઆત કરવા છતાં તેને મોટી ઇનિંગ્સમાં બદલી શક્યો નહીં.
હરિસે મોહમ્મદ વસીમ જુનિયર સાથે દસમી વિકેટ માટે 53 રનની ભાગીદારી કરી હતી. જે પાકિસ્તાન માટે મેચની સૌથી મોટી ભાગીદારી હતી. ઈંગ્લેન્ડ તરફથી મોઈન અલી, આદિલ રાશિદ અને ગુસ એટકિન્સને બે-બે વિકેટ લીધી હતી. આ જીત સાથે ઈંગ્લેન્ડે છ પોઈન્ટ સાથે તેનું વર્લ્ડ કપ અભિયાન પૂરું કર્યું અને 2025માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય કર્યું.