વર્લ્ડ કપ 2023 રોમાંચક મોડ પર પહોંચી ગયો છે. ભારતીય ટીમે સેમિફાઈનલમાં એન્ટ્રી લઈ લીઘી છે. તમામ 8 ટીમ એવા મોડ પર આવી ગઈ છે કે, તે ચોથા નંબર પર આવી શકે છે. વર્લ્ડ કપ 2023માં ત્રણ ઉલટફેર થયા છે. ડિફેન્ડિંગ ચેમ્પિયને ઈંગ્લેન્ડને હરાવ્યું, ત્યારપછી પાકિસ્તાનને હરાવ્યું અને ગઈકાલે શ્રીલંકાને 7 વિકેટ હરાવ્યું છે.
અફઘાનિસ્તાન પોઈન્ટ ટેબલમાં 6 પોઈન્ટ સાથે 5માં નંબર પર પહોંચી ગયું છે. અફઘાનિસ્તાને 6 મેચમાંથી 3 મેચ જીતી છે. હશમતુલ્લાહની કેપ્ટનશીપમાં અફઘાનિસ્તાને નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે મેચ રમવાની છે. અફઘાનિસ્તાને સેમિફાઈનલમાં પહોંચવા માટે આ તમામ ટીમોને બરરાવવાની રહેશે. પાકિસ્તાન અને શ્રીલંકાએ 6 મેચમાંથી 2 મેચ જીતી છે. આ બંને ટીમોએ પણ સેમિફાઈનલમાં એન્ટ્રી માટે બાકીની 3 મેચ જીતવાની રહેશે. ઈંગ્લેન્ડે પણ 6 મેચમાંથી એક મેચ જીતી છે. જે માટે ઈંગ્લેન્ડે બાકીની ત્રણ મેચ મોટા અંતરથી જીતવાની રહેશે.