World Cup 2023: પાકિસ્તાને બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું

આજે કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાયેલી મેચમાં બાંગ્લાદેશને હરાવી દિધુ છે. બાંગ્લાદેશના કેપ્ટન શક બીલ અલ હસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી ટીમ 204 રનમાં જ ખખડી ગઈ હતી. મહમુદુલ્લાહે ટીમ માટે સૌથી વધુ 56 રન બનાવ્યા હતા. તેમના સિવાય લિટન દાસે 45 અને કેપ્ટન શાકિબે 43 રન બનાવ્યા હતા. પાકિસ્તાન માટે શાહીન આફ્રિદી અને મોહમ્મદ વસીમે 3-3 વિકેટ લીધી હતી. જ્યારે હારિસ રઉફને 2 સફળતા મળી હતી.

પાકિસ્તાન ટીમ હાલ જોશમાં આવી ગઈ છે. આજે કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાયેલી મેચમાં બાંગ્લાદેશને હરાવી દિધુ છે. પાકિસ્તાને બાંગ્લાદેશને 7 વિકેટથી પરાજય આપીને વર્લ્ડ કપમાં વાપસી કરી દિધી છે. બાબર આઝમની કેપ્ટનશિપમાં પાકિસ્તાનની ટીમે સતત 4 મેચ હાર્યા બાદ પ્રથમ જીત નોંધાવી છે. બાંગ્લાદેશ તરફથી પાકિસ્તાનને 205 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેના જવાબમાં બાબર બ્રિગેડે 32.3 ઓવરમાં મેચ જીતી લીધી હતી. આ જીતની સાથે જ પાકિસ્તાનની સેમિ ફાઈનલમાં પ્રવેશવાની આશા અકબંધ છે. જ્યારે બાંગ્લાદેશ સંપૂર્ણપણે બહાર થઈ ગયું છે.

પાકિસ્તાનના ઓપનરની વાત કરીએ તો ફખર ઝમાને 74 બોલમાં સૌથી વધુ 81 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે 7 સિક્સર અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે અબ્દુલ્લા શફીકે 69 બોલમાં 68 રન કર્યા હતા. આ બંનેએ પ્રથમ વિકેટ માટે 128 રનની ભાગીદારી નોંધાવી હતી. બાબર આઝમ ફરી એકવાર આ મેચમાં ફ્લોપ સાબિત થયો હતો. તેણે 16 બોલ રમીને માત્ર 9 રન બનાવ્યા હતા. તેમની પાસે ફોર્મમાં પાછા ફરવાની સારી તક હતી અને તેઓ કેટલાક સારા શોટ રમી શક્યા હોત. બીજી તરફ બાંગ્લાદેશની ટીમના બોલરો પણ પાકિસ્તાન પર દબાણ બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા. માત્ર મેહદી હસન જ 3 વિકેટ લઈ શક્યો હતો, પરંતુ તે પણ મેચ જીતી શક્યો નહતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *