ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વર્લ્ડ કપ 2023ની 32મી મેચ પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાઈ હતી. દક્ષિણ આફ્રિકાએ ન્યુઝીલેન્ડને 190 રનથી હરાવ્યું. આ જીત સાથે દક્ષિણ આફ્રિકા ભારતને પછાડીને ટોપ પર પહોંચી ગયું છે.
ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વર્લ્ડ કપ 2023ની 32મી મેચ પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 4 વિકેટ ગુમાવીને 357 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 35.3 ઓવરમાં 167 રન પર જ સિમિત થઈ ગઈ હતી.
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટોપ ઓર્ડરના બેટ્સમેનો સંપૂર્ણ ફ્લોપ દેખાતા હતા. કોનવે 2 રન, વિલ યાંગ 33 રન બનાવ્યા હતા. જ્યારે ગ્લેન ફિલિપ્સે સૌથી વધુ 60 રનની ઇનિંગ રમી હતી.
આ પહેલા ક્વિન્ટન ડી કોકે શાનદાર બેટિંગ કરી હતી અને 114 રન બનાવ્યા હતા, જ્યારે રેસી વેન ડર ડુસેને 133 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તે જ સમયે છેલ્લી ઓવરોમાં ડેવિડ મિલરે માત્ર 30 બોલમાં 52 રન ફટકાર્યા હતા.
NZ vs SA પ્લેઇંગ 11
ન્યુઝીલેન્ડના પ્લેઈંગ 11 – ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, ટોમ લાથમ (કેપ્ટન), ગ્લેન ફિલિપ્સ, જેમ્સ નીશમ, મિશેલ સેન્ટનર, મેટ હેનરી, ટિમ સાઉથી અને ટ્રેન્ટ બોલ્ટ.
દક્ષિણ આફ્રિકાના પ્લેઇંગ 11 – ક્વિન્ટન ડી કોક, ટેમ્બા બાવુમા (કેપ્ટન), રેસી વેન ડર ડુસેન, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો યાનસેન, ગેરાલ્ડ કોએત્ઝે, કેશવ મહારાજ, કાગીસો રબાડા અને લુંગી એનગિડી.