મહિલા પ્રીમિયર લીગ (WPL) 2024 ને રવિવારે એક નવી ચેમ્પિયન ટીમ મળી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દિલ્હીને 8 વિકેટે હરાવીને ફાઈનલ મેચ જીતી લીધી હતી. બીજી વખત પણ દિલ્હીનો પરાજય થયો છે. તેનું ચેમ્પિયન બનવાનું સપનું ચકનાચૂર થઈ ગયું.
મહિલા પ્રીમિયર લીગ (WPL) 2024 ને રવિવારે એક નવો ચેમ્પિયન મળી ગયો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દિલ્હીને 8 વિકેટે હરાવીને ફાઈનલ મેચ જીતી લીધી હતી. અને ટાઈટલ પોતાના નામે કરી લીધુ હતું.
ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ફાઈનલ મેચમાં શ્રેયંકા પાટીલ અને મોલિનેક્સની શાનદાર બોલિંગના કારણે દિલ્હીનો દાવ 18.3 ઓવરમાં 113 રનમાં સમેટાઈ ગયો હતો. જે બાદ RCBને ટાઈટલ જીતવા માટે 114 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. મહત્વનું છે કે શ્રેયંકા પાટીલે ચાર વિકેટ લીધી હતી.
લક્ષ્યનો પીછો કરતી વખતે RCBએ ધીમી પરંતુ સ્થિર શરૂઆત કરી હતી. મંધાના અને સોફી ડિવાઈન વચ્ચે પ્રથમ વિકેટ માટે 49 રનની ભાગીદારી થઈ હતી. સોફીએ 32 રન બનાવ્યા હતા. કેપ્ટન સ્મૃતિ મંધાનાએ 31 રનનું યોગદાન આપ્યું હતું. આ પછી એલિસ પેરીએ અણનમ 35 અને રિચા ઘોષે અણનમ 17 રન બનાવીને મેચ જીતી લીધી હતી. દિલ્હી કેપિટલ ટીમની બોલર મિનુ અને શિખાને એક-એક વિકેટ મળી હતી.
દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ ઈલેવન
મેગ લેનિંગ (કેપ્ટન), શેફાલી વર્મા, એલિસ કેપ્સી, જેમિમાહ રોડ્રિગ્સ, મેરિઝાન કેપ, જેસ જોનાસન, રાધા યાદવ, અરુંધતિ રેડ્ડી, તાનિયા ભાટિયા, શિખા પાંડે, મિન્નુ મણિ.
RCB પ્લેઈંગ ઈલેવન
સ્મૃતિ મંધાના (કેપ્ટન), સોફી ડિવાઇન, સબીનેની મેઘના, એલિસે પેરી, રિચા ઘોષ, સોફી મોલિનક્સ, જ્યોર્જિયા વેરહેમ, શ્રેયંકા પાટિલ, આશા શોભના, શ્રદ્ધા પોખરકર, રેણુકા ઠાકુર સિંહ.