યો યો હની સિંહના થયા છૂટાછેડા, શાલિની સાથે છેલ્લા 12 વર્ષ જૂના સંબંધોનો આવ્યો અંત

બોલીવુડના પૉપ્યુલર સિંગર અને રેપર હની સિંહ ફરી એકવાર પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે હની સિંહ અને તેની પત્ની 12 વર્ષ પછી એકબીજાથી અલગ થઈ ગયા છે. દિલ્હીની એક કોર્ટે મંગળવારે બંનેના છૂટાછેડાને મંજૂરી આપી દીધી છે. રિપોર્ટ મુજબ છેલ્લા અઢી વર્ષથી ચાલી રહેલા કોર્ટ કેસનો અંત લાવીને છૂટાછેડાને મંજૂરી આપવામાં આવી છે. હની સિંહ પર તેની પત્ની શાલિની તલવારે ઘરેલુ હિંસાનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને તેના પરિવારને પણ માનસિક રીતે હેરાન કરવાની વાત કહેવામાં આવી હતી.

માહિતી પ્રમાણે વાત કરીએ તો ફેમિલી કોર્ટમાં પરમજીત સિંહે હની સિંહ અને તેમની પત્ની વચ્ચે ચાલી રહેલા અઢી વર્ષ જૂના કેસને પૂર્ણ કરવા બંને પક્ષોને ડિવોર્સની મંજૂરી આપી દીધી છે. હની પર તેમની પત્નીએ ઘરેલુ હિંસાના આરોપ લગાવ્યા હતા. શાનિલીનું કહેવું હતું કે, સિંગર અને તેમની ફેમિલી તેમને માનસિક અને શારીરિક ત્રાસ આપતી હતી.

હની સિંહ અને શાલિનીએ લગ્ન પહેલા એકબીજાને 20 વર્ષો માટે ડેટ કર્યું હતું. જો કે આરોપો પર હની સિંહે કહ્યું હતું કે મારા અને મારા પરિવાર પર જે આરોપો લગાડવામાં આવ્યાં છે તેનાથી હું ઘણો દુ:ખી છું. આ બંને લોકો એકબીજાને બાળપણથી જાણતાં હતાં. સ્કૂલથી જ બંને એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. જો કે લાંબા સમયની ડેટિંગ બાદ કપલે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. વર્ષ 2011માં બંનેએ ગુરુદ્વારામાં લગ્ન કર્યાં હતા. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *